ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા મોટું અપડેટ્સ મળી રહ્યું છે, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 ના રિઝલ્ટ ની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 12 નું પરિણામ આવતીકાલ એટલે કે પાંચ મે 2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ પરિણામ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ, અથવા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ whatsapp નંબર પરથી પોતાનું પરિણામ ચેક કરી શકશે.
ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ એ આપ્યા સારા સમાચાર. આવતીકાલે ધોરણ 12 નું પરિણામ જાહેર થશે જેમાં સાયન્સ અને કોમર્સ નું પરિણામ જાહેર કરવામાં આવશે સાથે જ ગુજકેટ ની પરીક્ષા નું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 નું પરિણામ whatsapp પરથી કેવી રીતે ચેક કરવું?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અખબારી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બોર્ડના પરિણામ ની તારીખ અને તેને કઈ રીતે ચેક કરવું તેની વિગત આપવામાં આવી છે તો ચાલો જાણીએ બોર્ડનું પરિણામ whatsapp દ્વારા કેવી રીતે ચેક કરવું.
સૌ પ્રથમ બોર્ડ નો ઓફિસર whatsapp નંબર 6357300971 પર વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે ત્યાર પછી થોડીક જ ક્ષણોમાં પોતાનું પરિણામ whatsapp પર આવી જશે.
gseb.org પરિણામ કેવી રીતે ચેક કરવું?
સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ હોમ પેજ પર પોતાનો સિરિયલ કોડ અને સીટ નંબર દાખલ કરી GO બટન પર ક્લિક કરો. તમારું પરિણામ ડિસ્પ્લે પર દેખાશે તેને સાચવી રાખવા માટે પ્રિન્ટ આઉટ કાઢી લો અને ડાઉનલોડ પણ કરી લો.
આ વખતે 1.15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ રીપીટર ની પરીક્ષા આપી હતી.
ગુજ્જુતા પરિવાર વતી આપ સૌના પરિણામ શાળા આવે તેવી શુભેચ્છા.
આવી જ માહિતી માટે Gujjutak WhatsApp Channel Follow કરો.