IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સ એ નવા કેપ્ટન ની જાહેરાત કરી છે. પહેલા અટકળો ચાલી રહી હતી કે કેએલ રાહુલને કેપ્ટનશીપ ચોપવાની વાત ચાલી રહી હતી પરંતુ તેને આ ઓફર નો ઇનકાર કર્યો હતો.
IPL 2025 નું સેડ્યુલ જાહેર થઈ ગયું છે, 22 માર્ચથી IPL ની 18 મી સીઝન ચાલુ થઈ રહી છે. આ પહેલા જ દિલ્હી કેપિટલ છે નવા કેપ્ટન ની જાહેરાત કરી છે. દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન તરીકે એક ગુજરાતીના હાથમાં તેમની કમાન્ડ સોંપવામાં આવી છે. આ પહેલા રિષભ પંથ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો અને હવે નવા કેપ્ટન તરીકે અક્ષર પટેલ ની જાહેરાત કરી છે.
અક્ષર પટેલ એ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. અને હવે તેના માટે એક સારા સમાચાર મળ્યા છે. અત્યાર સુધી IPL ની તમામ ટીમના કેપ્ટન ની જાહેરાત થઈ ચૂકી હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ એક જ એવી ટીમ બાકી હતી કે જેમના કેફેન્સ ની જાહેરાત નથી થઈ પરંતુ હવે દિલ્હીના ફેન્સ માટે આ રાહતના સમાચાર છે.
અક્ષર પટેલ ના રેકોર્ડ વિશે ટૂંકમાં માહિતી
અક્ષર પટેલે IPL માં કુલ 150 મેચ રમ્યો છે, જેમાં તેમણે 131 ની સ્ટ્રાઈક રેટ થી 1653 રન બનાવ્યા છે. અને તેમને બોલિંગ ની વાત કરીએ તો 7.28 ઇકોનોમિક રેટ થી 123 વિકેટ ઝડપી છે, જોકે અત્યાર સુધી અક્ષર પટેલે ક્યારેય પણ કેપ્ટનશીપ કરી નથી, આ તેમના માટે એક નવો એક્સપિરિયન્સ થશે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે ઓલરાઉન્ડર તરીકે પોતાનું શાનદાર પર્ફોમન્સ આપ્યું છે, અક્ષર પટેલ છેલ્લી સાત સીઝનથી દિલ્હી કેપિટલ તરફથી રમી રહ્યો છે.