જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી 2025 શરૂ થશે. ફેબ્રુઆરીનો મહિનો, ભલે માત્ર 28 દિવસનો હોય, પરંતુ બેંક રજાઓના મામલે આ મહિનો વ્યસ્ત રહેવાનો છે. આ મહિને કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય તહેવારોની સાથે આરબીઆઈના નિયમિત શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ અગત્યનું કામ હોય, તો આ રજાઓ અંગે જાણકારી રાખવી તમારી માટે ઉપયોગી સાબિત થશે.
ફેબ્રુઆરી 2025માં બેંક રજાઓના મુખ્ય કારણો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દર મહિને બેંક રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં રાજ્ય-વિશિષ્ટ તહેવારો, પ્રાદેશિક રજાઓ અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. જો કે, આ રજાઓ દરમિયાન ડિજિટલ બેંકિંગ અને એટીએમ સેવાઓ ચાલુ રહેશે, એટલે કે તમે આ સમયમાં ઑનલાઇન ટ્રાન્જેક્શન, પૈસા ટ્રાન્સફર અથવા બિલ પેમેન્ટ કરી શકશો.
ફેબ્રુઆરી 2025ની મુખ્ય બેંક રજાઓ (february 2025 bank holiday)
આ મહિને બેંકો ખાસ કરીને નીચેના દિવસોમાં બંધ રહેશે:
- સરસ્વતી પૂજા – 3 ફેબ્રુઆરી (સોમવાર): અગરતલામાં બેંકો બંધ.
- થાઈ પુસમ – 11 ફેબ્રુઆરી (મંગળવાર): ચેન્નાઈમાં બેંકો બંધ.
- શ્રી રવિદાસ જયંતિ – 12 ફેબ્રુઆરી (બુધવાર): શિમલામાં બેંકો બંધ.
- લોઈ-નાગાઈ-ની – 15 ફેબ્રુઆરી (શનિવાર): ઈમ્ફાલમાં બેંકો બંધ.
- છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ – 19 ફેબ્રુઆરી (બુધવાર): મુંબઈ, બેલાપુર અને નાગપુરમાં બેંકો બંધ.
- રાજ્ય દિવસ – 20 ફેબ્રુઆરી (ગુરૂવાર): આઇઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ.
- મહાશિવરાત્રી – 26 ફેબ્રુઆરી (બુધવાર): શિમલા, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ.
શનિવાર અને રવિવારની રજાઓ
ફેબ્રુઆરીમાં પણ દરેક મહિનાની જેમ બીજી અને ચોથી શનિવારની સાથે તમામ રવિવારના દિવસોમાં પણ બેંકો બંધ રહેશે.
બેંક રજાઓ દરમિયાન શું કરવું?
આ રજાઓ દરમિયાન તમારું કાર્ય પેન્ડિંગ ન રહે તે માટે ઓનલાઈન બેંકિંગની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધાઓ તમે ઘેરબેઠા કોઈ પણ સમયે મેળવી શકશો.
આ રજાઓની વધુ વિગતો માટે જરૂરિયાતો અનુસાર પ્લાનિંગ બનાવી લો
આ રજાઓની યાદી તમારા માટે મહત્વપૂર્ણ છે જો તમે આ મહિનામાં બેંક સંબંધીત કામ કરવા જઇ રહ્યા છો. આવું કરવા થી તમે સમય બચાવી શકશો અને કામ પેન્ડિંગ થવાથી બચી શકશો.