ગુજરાતનુ નામચીન દૈનિક સમાચાર પેપર ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલી શાહની Enforcement Directorate (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે ધરપકડ કરવામા આવી છે. તેમની ધરપકડના સમાચાર સામે આવ્યાની સાથે જ રાજકીય જગતમા ભારે ગરમાઓ જોવા મળ્યો છે.
EDએ બાહુબલી શાહ સાથે સંકળાયેલા અનેક સ્થળો પર રેડ કર્યા પછી તેમને કસ્ટડીમાં લીધા છે. જોકે ED દ્વારા ધરપકડ અંગે કોઈ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
92 વર્ષથી વધુ જૂની લેગસી ધરાવતું અખબાર
ગુજરાત સમાચારની સ્થાપના 1932 માં થઈ હતી અને તે સમયથી અત્યાર સુધી રાજ્યની અંદર સૌથી વધુ વેચાતું ગુજરાતી દૈનિક સમાચાર પેપર છે. લોક પ્રકાશન લીમીટેડ દ્વારા સંચાલિત આ અખબારને સ્વતંત્રતા સંગ્રામના આગેવાનો દ્વારા સ્થાપિત કરાયું હતું. બાદમાં વર્ષ 1950ના દાયકામાં શંતિલાલ શાહ દ્વારા તેનું અધિકારિક સ્વામિત્વ લેવામાં આવ્યું.
શાહ પરિવારમાં મોટું સંકટ
આ કંપનીમાં સહ પરિવારનો કુલ 71.92% માલિકી હિસ્સો છે. જેમાં બહુબલી શાહ અને તેમના ભાઈ શ્રેયાંશ શાહનો 24.6% હિસ્સો Amrut Investment મારફતે છે. હવે બહુબલી શાહની ધરપકડ અને થોડા અઠવાડિયા પહેલા શ્રેયાંશ શાહની પત્ની, પ્રસિદ્ધ પત્રકાર સ્મૃતિબેન શાહના અવસાન બાદ શાહ પરિવાર ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.
રાજકીય પડઘો અને સહાનુભૂતિ
બહુબલી શાહની ધરપકડના મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી અર્વિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમની ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે કે આ મુદ્દો માત્ર એક પત્રકાર અથવા બિઝનેસમેનની ધરપકડનો નથી, પરંતુ તેમાં સ્વતંત્ર પત્રકારિતાની લડત અને રાજકીય પ્રેરણા અંગેના તત્વો પણ સંકળાયેલા છે.
GSTV ચેનલ પણ સંચાલનમાં
અખબાર ઉપરાંત બહુબલી શાહ ‘GSTV’ નામની ન્યૂઝ ચેનલના સંચાલનમાં પણ સામેલ છે, જે ગુજરાતમાં મહત્વપૂર્ણ દૃશ્યમાધ્યમ તરીકે ઓળખાય છે.