railway ticket price increase: રોજ બરોજ નોકરી ધંધા અને ફરવા જતાં લોકો જે ટ્રેનથી મુસાફરી કરે છે તેમના માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે ની મુસાફરી હવે થશે મોંઘી, ટિકિટના ભાવમાં વધારો કરવાની જાહેરાત.
ભારતીય રેલવેએ મોટી જાહેરાત કરી છે. 1 જુલાઇ 2025 થી રેલવેની મુસાફરી થશે મોંઘી 1 જુલાઇ થી ટિકિટના નવા દરો લાગુ થવા જઇ રહ્યા છે. આ ફેરફાર થી લાંબા અંતરની મુસાફરી કરી રહેલ લોકોના ખિસ્સા પર અસર થશે. જેમાં સેકન્ડ ક્લાસમાં મુફરી કરી રહ્યા હોય અને જો મુસાફરી 500 કિલોમીટર થી વધુ હોય તો પ્રતિ કિલોમીટર 1 થી 2 પૈસાનો વધારો કર્યો છે.
આ રેલવે ટિકિટ વધારામાં 500 કિમી થી વધુ મુસાફરી કરી રહ્યા હોય તો મેઇલ તથા એક્સપ્રેસ ટ્રેનોમાં નોન-એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હોય તો પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ આપવો પડશે. જ્યારે એસી-કોચમાં મુસાફરી કરી રહેલ મુસાફરને પ્રતિ કિલોમીટર 2 પૈસા વધારાના ચૂકવવા પડશે.
ઉપનગરિય ટ્રેનોના ભાડાંમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી જે લખો અપડાઉન કરી રહેલ મુસાફરો માટે રાહતના સમાચાર પણ છે.