વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે આ નેશનલ લેવલ દિલ્હીની ટીમે તમામ સેવાઓનું મોનિટ્રીગ અને ચેકિંગ ગત તારીખ 27/06/2025ના રોજ કરવામાં આવ્યું હતું. એમનો હેતુ એવો છે કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી સરકારના ધારાધોરણો મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પહોંચે છે કે નહીં અને તેમની ગુણવત્તા કેવી છે.? તે તપાસ કરેલ
આ ટીમ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢ માંથી આપવામાં આવતી આરોગ્યની સેવાઓનું મૂલ્યાંકન દિલ્હીથી આવેલી ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમાં હોલમઢ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું (NQAS)નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢ માં કુલ 12 પ્રકારની આરોગ્ય સેવાઓ ગુણવતા સભર યોગ્ય સ્ટાન્ડર્ડ મુજબ આપવામાં આવે છે, તેમનું ૯૫.૯૭% માર્ક સાથેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.