અહમદાબાદ શહેરમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય જોવા મળ્યું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે Air India નું વિમાન અહમદાબાદથી લંડન જવા માટે ટેકઓફ કરવાનું હતું અને ટેકઓફ કર્યા પછી થોડા જ સમયમાં મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ વિસ્તારમાં ક્રેશ થયું.
પ્રાથમિક માહિતી અનુસાર, પ્લેન ટેકઓફ કર્યા બાદ હવામાં અસંતુલન થયું હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાને પગલે મેઘાણીનગર વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાથી ઘેરાઈ ગયો હતો.
બચાવ માટે દોડી આવી ફાયર અને પોલીસ ટીમ
દુર્ઘટનાની જાણ થતાંજ ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ તરતજ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને રસ્તાઓ બંધ કર્યા અને બચાવ કામગીરી શરૂ કરી. હાલ પૂરતું વાયરસ અને વિમાનમાં કેટલાં યાત્રીઓ હતાં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.
હાલના સ્થિતિ પર અધિકારીઓની નજર
અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્લેનમાં કેટલાં મુસાફરો સવાર હતા અને આ અકસ્માતનું મૂળ કારણ શું હતું, તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ હતા સવાર
અમદાવાદથી લંડન જઇ રહેલ વિમાનમાં કુલ 242 પેસેનઝર સવાર હતા તેમ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા, આ પ્લેન એ અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેને ઉદયન ભરી હતી. અને પ્લેન એરપોર્ટની બાઉન્ટરી પણ પાર ન કરી શક્યું અને પ્લેન ક્રેશ થઈ ગયું.
Ahmedabad Plane Crash Video