વાંકાનેર: ડીડીઓ સાહેબ અને cdho સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ phc કોઠી હેઠળ ના આરોગ્ય કેન્દ્ર ચંદ્રપૂર 2 ના ભાટિયા society વિસ્તારમાં એક કોમ્યુનિટી હેલ્થ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી, PMVVY, NCD ના રોગો ,તેમજ હાલમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગો ડેન્ગ્યુ મેલેરિયા,તાવ ,ઝાડા વગેરે રોગો ની અટકાયતી કામગીરી બાબતે લોકો ને માહિતી આપવામાં આવેલ જેમાં phc કોઠી ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર તથા સરપંચ શ્રી મનોહરસિંહ એચ જાડેજા તેમજ આગેવાનો હાજર રહ્યાં હતાં અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા લોકો ને આરોગ્ય લગતા પ્રશ્નો ના નિવારણ તથા સલાહ સૂચન જેવી ચર્ચા કરવામાં આવેલ હતું.