નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં ઉત્સાહની લહેર છે. અહેવાલો અનુસાર, આ કમિશનમાં કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. આ મોટો વધારો ડૉ. વોલેસ એક્રોયડ ફોર્મ્યુલાના આધારે ગણવામાં આવશે.
ડૉ. વોલેસ એક્રોયડ ફોર્મ્યુલા શું છે?
આ ફોર્મ્યુલા સૌપ્રથમ 1957ના 15મા ભારતીય શ્રમ પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ સરેરાશ પરિવાર માટે સન્માનજનક જીવન જીવવા માટે લઘુત્તમ માસિક ખર્ચ કેટલો હોવો જોઈએ તે નક્કી કરવાનો હતો. આ ફોર્મ્યુલામાં, ખર્ચનું મૂલ્યાંકન કુટુંબ એકમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે – જેમાં ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ થાય છે.
હવે 8મા પગાર પંચમાં, આ ફોર્મ્યુલાને અપડેટ કરવામાં આવી રહ્યું છે અને કુટુંબ એકમ 3 થી વધારીને 3.6 કરવામાં આવી રહ્યું છે. આની સીધી અસર પગાર અને પેન્શન પર પડશે, ખાસ કરીને મોટા પરિવારો ધરાવતા કર્મચારીઓ પર.
પગાર કેવી રીતે વધશે?
૨૦૧૬ માં જ્યારે ૭મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે કર્મચારીઓની આવકમાં મોટો ફેરફાર થયો હતો. હવે જો ૮મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૬ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો પગાર લગભગ ત્રણ ગણો વધી શકે છે. આનો અર્થ એ થાય કે:
- મીનીમમ બેજીક પગાર: ₹૧૮,૦૦૦ → ₹૫૧,૪૮૦
- પેન્શન: ₹૯,૦૦૦ → ₹૨૫,૭૪૦
સરકાર ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લે તેવી સંભાવના છે. કર્મચારી સંગઠનો સતત આ ફોર્મ્યુલાના અમલીકરણની માંગ કરી રહ્યા છે.
આવાજ સમાચાર મેળવવા માટે Gujjutak Digital Media WhatsaApp Channel ને ફોલો કરો.