કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનભોગીઓ ને લાભ મળી શકે છે. નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે, જે 7માં પગાર પંચ ની પૂર્ણ થયા પછી લાગુ થવાનું છે. હાલ, સરકાર દ્વારા કમિશનના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે.
ફિટમેન્ટ ફેક્ટરમાં મોટો વધારો સંભવ
Fitment Factor એ પગારવધારા નક્કી કરવામાં મહત્વનો માપદંડ છે. 7માં પગાર પંચ માં આ ફેક્ટર 2.57 હતો, જેનાથી સરેરાશ 23.55% પગારવધારો થયો હતો. 8માં પગાર પંચ માટે આ ફિટમેન્ટ ફેક્ટર 2.28 થી 2.86 ની વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે 40% થી 50% સુધી પગારમાં વધારો થઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરવામાં આવે, તો સરકારી કર્મચારીઓનું ન્યૂનતમ મૂળ વેતન 51,480 રૂપિયા સુધી પહોંચી શકે છે.
પેન્શન અને પગારમાં સંભવિત વધારો
નવા પગાર પંચના અમલ બાદ પેન્શનભોગીઓને પણ ફાયદો મળશે, કારણ કે તેમના માસિક પેન્શનમાં પણ મોટો વધારો થવાની આશા છે. પગારવધારા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ભવિષ્યનિર્ધારણ વધુ મજબૂત બનશે.
8મા પગાર પંચની અમલવારી માટેની પ્રક્રિયા
સરકાર દ્વારા 8th Pay Commission માટે અલગ-અલગ મંત્રાલયોની સલાહ લેવામાં આવી રહી છે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ જેવા મંત્રાલયો દ્વારા ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. કમિશનની ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) નક્કી કર્યા બાદ તેને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
નવા પગાર પંચના અમલમાં વિલંબ સંભવ?
યાદ રહે, સાતમુ પગાર પંચ 2016 માં લાગુ થયું હતું, પરંતુ તેની જાહેરાત 2014માં થઈ હતી. તેથી, 8માં પગાર પંચ માટે પણ અમલમાં થવામાં વિલંબ થઈ શકે છે. જો સરકાર દ્વારા ઝડપથી કમિટીની રચના થાય, તો 2026 સુધીમાં પગારવધારો અમલમાં આવી શકે છે.
સહેજ રાહ જોવી પડશે, પરંતુ જો નવા પગાર પંચમાં 50% પગારવધારો થાય, તો સરકારી કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે આ મોટી રાહત સાબિત થશે.