નવી દિલ્હી: દેશના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આઠમો પગાર પંચ જો કે હજી પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પગાર પંચની પ્રક્રિયાઓ ની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે કેન્દ્ર સરકારે સભ્યોની નિમણૂક અને ToR (Terms of Reference) અંગે કોઈ મોટું નિવેદન આપ્યું નથી. પરંતુ હવે કર્મચારીઓની નજર કમિશનના અમલ અને પગારમાં થનારા વધારા તરફ છે.
અહીં અમે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2025 માં આઠમાં પગાર પંચ ની જાહેરાત થયા પછી ફિટમેન્ટ ફેક્ટર અંગે અનેક અટકળો ચાલી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર એ જ વસ્તુ છે જે કર્મચારીઓના પગારમાં સીધો અસર કરે છે.
ભથ્થાંમાં થશે મોટો ફેરફાર
SCOVA (Standing Committee of Voluntary Agencies) ની 34મી બેઠક માર્ચ 2025માં વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં યોજાઈ હતી. તેમાં બતાવોને ફરી સંરચિત કરવાની ભલામણો પણ કરવામાં આવી હતી. HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ, ટ્રાવેલ એલાઉન્સ, DA (મોંઘવારી ભથ્થુ) અને મેડિકલ એલાઉન્સ જેવા ભથ્થાંમાં પણ ફેરફાર કરવાની તૈયારી છે.
મેડિકલ એલાઉન્સમાં ત્રણ ગણો વધારો
અત્યારે પેન્શન ધારકોને દર મહિને ₹1,000 ફિક્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે. SCOVA ની બેઠકમાં તેને વધારીને ₹3,000 કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ વધતા મેડિકલ ખર્ચ અને મોંઘવારીના આધારે આ પ્રસ્તાવ જરૂરી ગણાય છે.
ક્યારે લાગુ થશે 8th Pay Commission?
8th Pay Commission 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવે તેવી શક્યતા છે. ToR માં તારીખ નો ઉલ્લેખ કરવાની ભલામણ કરવામાં આવી છે એટલે હવે તે માત્ર સૂચન નહીં પણ એક મહત્વનો ભાગ બની જશે.
કેટલો વધશે પગાર અને પેન્શન?
7th Pay Commission માં ટ્રીટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું જેના આધારે ન્યૂનતમ પગાર રૂપિયા 18000 થયો હતો. હાલના અહેવાલો મુજબ સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.8 થી 3.0 સુધી વધારવાની ચર્ચા ચાલી રહી છે. જો એવું થાય તો ન્યૂનતમ પગાર ₹26,000 થી 27,000 સુધી પહોંચી શકે છે અને પેન્શનમાં પણ રૂપિયા 9000 થી વધીને 25000 સુધી થઈ શકે છે. જોકે હજુ સુધી પણ આ બાબતે સરકાર તરફથી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.