ગુજરાતના 2 નવા ચહેરાઓને મોદી સરકારમાં સ્થાન! રૂપાલાને લઈને મોટી અપડેટ

ગુજરાતના 2 નવા ચહેરાઓને મોદી સરકારમાં સ્થાન! રૂપાલાને લઈને મોટી અપડેટ

Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાત્રે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ સમારોહ માટે તૈયારીઓ પૂરી થઈ છે અને સત્તાવાર રીતે મંત્રીઓની યાદી પણ બહાર પડી ગઈ છે.

ગુજરાતમાંથી 5 નેતાઓને કારવામાં આવી જાણ

ગુજરાતમાંથી પાંચ નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. આમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને નીમુબેન બાંભણિયા શામેલ છે. આ પાંચેયને શપથ માટે જાણ કરવામાં આવી છે.

પરસોત્તમ રૂપાલાને મંત્રિપદ ન મળવાની શક્યતા

સૂત્રો અનુસાર, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા નથી.

મંત્રીઓની યાદી

નામ પાર્ટી
અમિત શાહ BJP
એસ. જયશંકર BJP
સી.આર. પાટીલ BJP
નીમુબેન બાંભણિયા BJP
મનસુખ માંડવિયા BJP
અશ્વિની વૈષ્ણવ BJP
રાવ ઇન્દ્રજીત સિંહ BJP
મનોહર લાલ ખટ્ટર BJP
શાંતનુ ઠાકુર BJP
રાજનાથ સિંહ BJP
નીતિન ગડકરી BJP
પીયૂષ ગોયલ BJP
જ્યોતિરાદિત્ય સિંધિયા BJP
રક્ષા ખડસે BJP
જિતેન્દ્ર સિંહ BJP
લલન સિંહ JDU
જીતનરામ માંઝી HAM
કુમારસ્વામી JDS
રામનાથ ઠાકુર JDU
ચિરાગ પાસવાન LJP
અનુપ્રિયા પટેલ Apna Dal
જયંત ચૌધરી RLD
પ્રતાપ રાવ જાધવ Shiv Sena
મોહન નાયડૂ TDP
પી ચંદ્રશેખર પેમ્માસાની TDP

મોદીનો શપથગ્રહણ સમારોહ

નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાને નવા મંત્રીમંડળના સભ્યો સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.